મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૭૩ લાખથી વધુના ખર્ચે નેશનલ હાઇવેથી રવાપર ગામ સુધીના માર્ગની રીસર્ફેસિંગ કામગીરી પૂર્ણ


SHARE







મોરબીમાં ૧૭૩ લાખથી વધુના ખર્ચે નેશનલ હાઇવેથી રવાપર ગામ સુધીના માર્ગની રીસર્ફેસિંગ કામગીરી પૂર્ણ

મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા રવાપર (નદી) ગામને નેશનલ હાઇવે  સાથે જોડતા ૪.૬ કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે ૧૭૩.૬૭ લાખથી વધુના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુલભ બની રહ્યું છે. તેની સાથે ગ્રામ્ય અર્થતંત્રને પણ પીઠબળ મળી રહ્યું છે. રોડ રસ્તા નવીનીકરણની કામગીરી અંતર્ગત મોરબી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના રોડ પર મેટલ અને ડામર વર્ક કરી રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા હવે ગ્રામજનોની સુખાકારીમાં અને સુવિધામાં વધારો થયો છે અને લોકોની સમસ્યાનો પણ નિરાકરણ આવ્યું છે.




Latest News