મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

બગાસું ખાતા પતાસું: હળવદના મિયાણી નજીક અકસ્માત થયેલ કારમાંથી દારૂની બોટલો મળી, 3.06 લાખનો મુદામાલ કબ્જે


SHARE







બગાસું ખાતા પતાસું: હળવદના મિયાણી નજીક અકસ્માત થયેલ કારમાંથી દારૂની બોટલો મળી, 3.06 લાખનો મુદામાલ કબ્જે

હળવદના મીયાણી ગામની સીમમાંથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર બોલેરો ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સ્વીફ્ટ કારના ચાલકને ઈજા ઠાવથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને કારને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની નાની મોટી 22 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા કાર સહિત કુલ મળીને 3,06,560 ની કિંમતનો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર મિયાણી ગામની સીમમાંથી ચાડધ્રા ગામ તરફ જવાના રસ્તા ઉપર બોલેરો પીકપ ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ હોવાની પોલીસને જાણ થઈ હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સ્વિફ્ટ કારના ચાલક જયદીપ ઉર્ફે ભૂરી દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ સ્થળ ઉપર અકસ્માત થયેલ કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની મોટી 4 અને નાની 18 આમ કુલ મળીને 22 બોટલ મળી આવતા પોલીસે 6,560 ની કિંમતની દારૂની બોટલો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,06,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ ઉર્ફે ભૂરી દિનેશભાઈ ડાભી રહે. મયુરનગર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News