મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મકનસર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે આંદરણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં ઇજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા મોજેરામ કેશવદાસ સાધુ (55) નામના આધેડ મોરબી વાંકાનેર રોડ મકનસર ગામ પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને ચરાડવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે રેતીના ઢગલા પાસેથી અજાણ્યો યુવાન અકસ્માતમાં ઈજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા અજાણ્યા 32 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા સુમિતભાઈ ધીરુભાઈ મિયાત્રા (15) નામનો બાળક માતાજીના મંદિરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News