મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની હાથવેંતમાં


SHARE







































મોરબી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ, આરોપી પોલીસની હાથવેંતમાં

મોરબીના તાલુકા વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમમાં કામ કરતાં પરિવારની સગીર દીકરીને લાલચવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે સગીરાએ તેઓના વતનમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીનો રહેવાસી પરિવાર મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમમાં કામ કરવા માટે આવ્યો હતો અને તે પરિવાર કારખાનામાં રહેતો હતો દરમિયાન રાકેશ હિમરાજ મેડા રહે. મૂળ એમપી વાળા શખ્સે તે પરિવારની સગીર દીકરીને લાલચવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ સંદર્ભે ભોગ બનેલ સગીરા દ્વારા તેઓના વતનમાં જઈને ત્યાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીરો નંબરથી આ ફરિયાદ મોકલવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં આરોપી પોલીસની હાથમાં હોવાનું જાણવા મળ્યું છે

 

યુવાન સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતા છત્રાભાઈ નટુભાઈ (43) નામનો યુવાન પંચાસર અને રાજપર વચ્ચેથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં વિજય બાબુભાઈ કુંઢીયા (37) અને લક્ષ્મી વિજયભાઈ કુંઢીયા (12) રહે. બંને ભીમસર વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
















Latest News