મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે ઘરમાંથી દારૂની 49 બોટલ કબ્જે, આરોપીની શોધખોળ


SHARE







હળવદના કવાડીયા ગામે ઘરમાંથી દારૂની 49 બોટલ કબ્જે, આરોપીની શોધખોળ

હળવદના કવાડીયા ગામે રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની-મોટી કુલ મળીને 49 બોટલો મળી આવતા પોલીસે 9,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વિશાલભાઈ ચારોલાના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની મોટી 4 અને નાની 45 બોટલ આમ કુલ મળીને દારૂની 49 બોટલો મળી આવતા 9,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ અરજણભાઈ ચારોલા રહે. કવાડિયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબીના રાજપર ગામે રહેતા બસંતકુમાર માંજી (26) નામના યુવાનને ગામ પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકે ડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી તેને  સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમીનેટ નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પડતા જયસિંહ (29) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News