મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં હવે વળતી ફરિયાદ: 6 મહિલા સહિત 11 સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેરમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ ઝઘડામાં હવે વળતી ફરિયાદ: 6 મહિલા સહિત 11 સામે ગુનો નોંધાયો

વાંકાનેરની ભાટિયા સોસાયટી પાસે જલારામ જીની પાછળના ભાગમાં ફટાકડા ફોડવા બાબતે બોલાચલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ માથાકૂટ થઈ હતી જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી આ બનાવમાં હાલમાં બીજા પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે છ મહિલા સહિત કુલ 11 લોકોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ગેલેક્સી પાર્કમાં જલારામ જીની પાછળના ભાગમાં રહેતા નાઝીમ આબીદભાઇ કલાડીયા (19)હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઇલિયાસભાઈ અકબરભાઈ પઠાણ, શહેઝાદ ઇલીયાસભાઇ પઠાણ, અજમીનાબેન ઇલિયાસભાઈ પઠાણ, હાલીમાબેન ઇલીયાસભાઇ પઠાણ, અફઝલભાઇ અકબરભાઈ પઠાણ, મુમતાજબેન અફઝલભાઇ પઠાણ, મુસ્કાનબેન અફઝલભાઇ પઠાણ, હીનાબેન અફઝલભાઇ પઠાણ, સાનિયાબેન અફઝલભાઇ પઠાણ, આફતાબભાઈ અફઝલભાઈ પઠાણ અને અશરફભાઈ અફઝલભાઇ પઠાણ રહે. બધા ભાટિયા સોસાયટી જલારામ જી પાછળ વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેપોતાની સોસાયટીમાં ફટાકડા ફોડતા હતા ત્યારે ત્યાં આવીને ફટાકડા ફોડવાની ના પાડતા ફરિયાદીએ હવે ફટાકડા નહીં ફોડ્યે તેમ કહેતા આરોપી ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ત્યારે ગાળો આપવાની ના પાડતા જપાજપી કરીને માર મારવા લાગ્યા હતા.

ત્યારબાદ અજમીનાબેન અને હાલીમાબેન ત્યાં આવ્યા હતા અને તેઓએ ગાળો આપીને જપજપી કરી હતી બાદમાં અફઝલભાઈ અને મમતાજબેન પોતાના હાથમાં લાકડાના ધોકા અને પાઇપ લઈને ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેને લાકડી અને પાઇપ વડે શરીરને મારમારીને ઇજા કરી હતી તો બાકીના આરોપીઓએ પાછળથી ત્યાં આવીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઇલીયાસભાઇએ લોખંડના પાઇપથી સાહેઆર્યનને માર મારતા અને શહેજાદે કુહાડીનો ઊંધો ઘા સાહે મુનાફભાઈ ઈકબાલભાઈને મારતા બંનેને ઈજા થઈ હતી અને તે ઉપરાંત ફરિયાદી તથા સાહેઅકબરભાઈ અને મોબિનને માર મારીને મુંઢ ઇજા કરી હતી અને ફરિયાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News