મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ શખ્સો ૧૧૨૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ૩ શખ્સો ૧૧૨૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની અંદર શેરી નંબર ૩-૪ માં જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી લાતી પ્લોટ શેરી નંબર ત્રણ-ચારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે હાજીભાઇ જુમાભાઇ પીલુડીયા (ઉ.૫૭) રહે. જોન્શનગર -૨, પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા (ઉ.૪૦) રહે. જેલ રોડ વણકરવાસ શેરીનં.૫ અને ઓસમાણભાઇ હુશેનભાઇ લોલાડીયા (ઉ.૬૦) રહે. લાતીપ્લોટ શેરી નં.૪ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેમને પાસેથી ૧૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામના ગેટ પાસે બાઈક ઉપર કેવલ હસમુખભાઈ વૈષ્ણવ ગોંડલીયા (ઉંમર ૧૮) અને  રાજ જગદીશભાઈ દેવમુરારી (ઉમર ૧૯) વાળા બેઠા હતા ત્યારે ટ્રેઇલરના ચાલકે તેમને હડફેટે લેતાં તે બંનેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત કેવલ અને રાજને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામના પાટિયા પાસે સુરેશભાઈ જેસાભાઈ ઠાકોર (ઉમર ૨૬) રહે. બેલા વાળો ઊંચાઈ ઉપર જઈને કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઇ હોવાથી સુરેશભાઈને સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News