મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત


SHARE







હળવદ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી વૃધ્ધાનું મોત

 હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધા નર્મદાની કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે મૃતકની લાશને કેનાલમાથી કાઢીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

હળવદના ભવાનીનગર લાંબીડેરી વિસ્તારમાં રહેતા વિજુબેન હેમુભાઈ જખાણીયા જાતે દેવીપુજક (ઉમર ૬૦) કોઈ કારણોસર કંસારીયા હનુમાન મંદિરની પાસે નર્મદાની કેનાલમાં ડૂબી ગયા હતા જેથી કેનાલમાં તેની લાશ દેખાતા ખેત મજુરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વૃદ્ધાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો હાલમાં હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા-મિંયાણાના રોહીશાળા ગામના ઘનશ્યામભાઈ બીજા નામની ૪૨ વર્ષીય મહિલા બાઈક માં જતા હતા ત્યારે ગામ નજીક કેવો અકસ્માતે પડી જતા તેઓને અહીં મગજનો હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યારે સુરેન્દ્રનગરના મૂળીના રહેવાથી તારાબા રાજુભાઈ પરમાર નામના ૭૮ વર્ષીય મહિલા બાઈક ના પાછળના ભાગે બેઠા હતા દરમિયાન અકસ્માત માટે તેઓ પણ બાઇકમાંથી નીચે પડી જતાં તેઓને અત્રે આયુષ હોસ્પિટલ એ સારવાર માટે લવાયા હતા.

ઝેરી દવા પીતા લેતા સારવારમાં

કચ્છ(ભુજ) ના રાપર તાલુકાના ફતેગઢ (બેલા) ના રહેવાસી અમૃતબેન રૂડાભાઈ કોળી નામની ૨૨ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ગામ ઝેરી દવા પી લેતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકનાં હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરીને રાપર પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.






Latest News