મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર- હળવદના માનગઢમાં દારૂની બે રેડ, ૬૦ બોટલ દારૂ કબજે: એક શખ્સ પકડાયો, એકની શોધખોળ


SHARE











મોરબીના મકનસર- હળવદના માનગઢમાં દારૂની બે રેડ, ૬૦ બોટલ દારૂ કબજે: એક શખ્સ પકડાયો, એકની શોધખોળ

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે ઇંટોના ભઠ્ઠા આવેલ છે ત્યાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ૧૨ બોટલ દારૂ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે તો હળવદ તાલુકાનાં માનગઢ ગામની કોબાવાળી સીમમા દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી ૪૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂને કબજે કરેલ છે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મકનસર ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે શક્તિસિંહ મહિપતસિંહ ઝાલાના ઈંટના ભઠ્ઠા પાસે બાવળના કાંટામાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતનો દારૃ સાથે આદિપ ઉર્ફે કાનો સવજીભાઈ થરેશા જાતે કોળી (ઉંમર ૧૯) રહે. મકનસર શક્તિ માતાજીના મંદિર પાસે વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

હળવદ દારૂ

હળવદ તાલુકાનાં માનગઢ ગામની કોબાવાળી સીમમા દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ૪૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૪,૪૦૦ ના મુદામાલને કબજે કર્યો હતો અને આ દારૂનો જથ્થો મેહુલભાઇ લાભુભાઇ કોળી રહે. માનગઢ ગામ વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની સામે પ્રોહી કલમ ૬૬(૧) બી, ૬૫ એ,, ૧૧૬(બી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News