મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી


SHARE







હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી

હળવદના કવાડિયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો છે ત્યાંની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપીને અજાણ્યા શખ્સે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી એક હજાર મીટર કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવે છે જેથી 4 લાખ રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સુમિતભાઈ રાજેન્દ્રકુમાર પંડ્યા (35)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના કવાડીયા ગામની સીમમાં સોલાર પ્લાન્ટ ફીટ કરવામાં આવેલ છે અને ગત તા. 1/11/25 ના 6:30 વાગ્યાથી લઈને તા. 4/11/25 ના સવારના 9:00 વાગ્યા સુધીમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા સોલાર પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ ઉપર બાંધેલ ફેન્સીંગ તાર કાપી નાખીને દિવાલ કૂદીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોપરના 1000 મીટર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત 4,00,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News