ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો

મોરબીના સનાળા રોડ ઉપર સમયના ગેટથી આગળના ભાગમાં રોડ સાઇડમાં પાર્ક કરેલા આઇસરની પાછળ કાર અથડાઈ હતી જે બનાવમાં મહિલાનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના જેઠની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોપાલદાસ પ્રગાજીના જીનની પાછળના ભાગમાં મોર ભગતની વાડીમાં રહેતા મનસુખભાઈ જીવણભાઈ કંઝારીયા (43)ની ફરિયાદ લઈને પોલીસે તેના ભાઈ પ્રકાશભાઈ જીવણભાઈ કંઝરિયા (32) રહે. મોર ભગતની વાડી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જે ફરિયાદીમાં જણાવ્યુ છે કે, મોરબીના રોડ ઉપર આવેલ સમયના ગેટથી આગળના ભાગમાં મોમ્સ હોટલની સામેના ભાગમાં ગત તા. 4/11 ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં તેઓના ભાઈ પ્રકાશભાઈ અને તેના પત્ની હીનાબેન પ્રકાશભાઈ કંઝરિયા (27) બંને પોતાની કાર લઈને નવા બસ સ્ટેશન બાજુ નાસ્તો કરવા માટે તેને જઈ રહ્યા હતા ત્યારે પ્રકાશભાઈએ કોઈ કારણોસર કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં પાર્ક કરેલ આઇસરની પાછળ ધડાકાભેર કાર અથડાઈ હતી જે બનાવમાં પ્રકાશભાઈના પત્ની હીનાબેનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના જેઠની ફરિયાદી લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News