મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ


SHARE







મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ બી.કે.લહેરૂ દ્રારા ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરાઇ

શ્રી મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ તરીકે તાજેતરમાં ડો. બી.કે.લહેરૂની વરણી થયા બાદ તેમની નવી બોડીમાં મહામંત્રી તરીકે અજયભાઈ રાવલ (હળવદ), સૌરાષ્ટ્ર-કચ્છ કારોબારી નલીનભાઈ એન. ભટ્ટ, પ્રશાંતભાઈ મહેતા તેમજ ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ વી. ભટ્ટ, રાજુભાઈ જોષી, એડવોકેટ નીતિનભાઈ પંડ્યાની તેમજ મંત્રી તરીકે બીપીનભાઈ ભટ્ટ, મહેશ બી. ભટ્ટ, નીરવભાઈ રાવલની અને ખજાનચી તરીકે ડો.રાજેશ ભટ્ટ (માળિયા) ની તેમજ કારોબારી સભ્ય તરીકે અશોકભાઇ એન.જોષી, દિનેશભાઈ બી.પંડયા, અતુલભાઈ પાઠક (હળવદ), અતુલભાઈ ડી. ત્રિવેદી (ટંકારા), સંજયભાઈ લહેરૂ (વાંકાનેર) ની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.






Latest News