મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેસ મીડિયા એસો. દ્રારા મેડીકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં પ્રેસ મીડિયા એસો. દ્રારા મેડીકલ કેમ્પનું આયોજન

મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને ફ્રી માં તપાસ કરીને જરૂરી દવાઓ ફ્રી આપવામાં આવશે. આ કેમ્પનું ઉદ્ઘાટન મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ તથા સિરામિક એસો.નાં પ્રમુખો દ્વારા કરવામાં આવશે.

મોરબીમાં આગામી તા ૯ નવેમ્બરને રવિવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ સુધી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં ડૉ. મેહુલ પનારા, ડૉ. ધીરેન પટેલ, ડૉ. ભૌમિક સરડવા, ડૉ. યશ કડીવાર, ડૉ. પાયલ ફળદુ, ડૉ. જિજ્ઞાસા પનારા, ડૉ. ઋષિ વાંસદડિયા સેવા આપશે. આ કેમ્પને સફળ બનાવવા પ્રેસ મીડિયા એસો.ના પત્રકાર પરેશભાઈ પારીયા, સંજયભાઈ વાધડીયા, યોગેશભાઈ રંગપડિયા, શ્રીકાંતભાઈ પટેલ, મેહુલભાઈ ગઢવી, આમદશા શાહમદાર, મયંકભાઈ દેવમુરારી, પંકજભાઈ સનારીયા, બળદેવભાઈ ખાત્રા (ગઢવી), મહંમદશા શાહમદાર, ધવલભાઈ ત્રિવેદી, મોહસીનભાઈ શેખ, રફીકભાઈ અજમેરી, અશોકભાઈ ખરચરીયા, જનકભાઈ રાજા, રિતેશભાઈ સંચાણીયા, વિરેન્દ્રભાઈ બોક્ષા, વિશાલભાઈ ટુંડિયા જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News