મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં ચા પીવા માટે જઇ રહેલા યુવાનનું મોત


SHARE







મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતાં ચા પીવા માટે જઇ રહેલા યુવાનનું મોત

મોરબીના શોભેશ્વર રોડ નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરથી યુવાન બાઇક લઈને ચા પીવા માટે તેને જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઇક ચાલકે તેના બાઈક સાથે બાઇક અથડાવ્યું હતું જેથી યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનનાર બાઈક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના દેરાળા ગામે રબારી શેરીમાં રહેતા નિજામખા મહમંદખા ખોરમ (55)એ હાલમાં બાઇક નંબર જીજે 8 ડીએન 8655 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેમનો દીકરો ખોરમ અફઝલખા નિઝામખા (24) મોરબી ખાતે કંપનીમાં રહેતો હતો અને ત્યાં વેલ્ડીંગ કામ કરતો હતો દરમિયાન તે રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં ચા પીવા માટે થઈને પોતાનું બાઈક નંબર જીજે 3 ઇએન 2399 લઈને મોરબીના શોભેશ્વર રોડ નજીક સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યા ગરીબ નવાજ હોટલ સામે આરોપીએ તેનું બાઈક ફરિયાદીના દીકરાના બાઈક સાથે અથડાવ્યું હતું જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત કરનારા બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News