મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિવિધ બેંકમાં રહેલા દાવા વગરના નાણા હકદારોને પાછા મેળવવા માર્ગદર્શન આપવા મેગા કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં વિવિધ બેંકમાં રહેલા દાવા વગરના નાણા હકદારોને પાછા મેળવવા માર્ગદર્શન આપવા મેગા કેમ્પ યોજાયો

મોરબીમાં લીડ બેંક-સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નાગરિકો અને બેંકોને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા દાવા વગરના (Unclaimed Financial Assets) નાણા વિશે માહિતી આપવા તથા આ નાણાં માટે દાવો કેવી રીતે કરવું તે સમજાવવાના હેતુથી મેગા જાગૃતિ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થળ પર જ ૧૮ દાવેદારોને ૨૪ લાખના દવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકારના નાણામંત્રાલયના નાણાકીય સેવા વિભાગ (DFS) દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક, IRDAI, SEBI અને IEPFA ના સહયોગથી 'તમારા પૈસા, તમારો અધિકાર' નામે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં યોજાયેલ મેગા જાગૃતિ કેમ્પમાં દાવા વિનાના ૨૪ લાખ રૂપિયા માટે ૧૮ દાવેદારોને નાણાકીય રાશી અર્પણ કરવામાં આવી હતી. જ્યારે અન્ય દાવા વિનાની નાણાકીય રકમ ઝડપથી મેળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાગરિકોને નાણાકીય અને ડિજિટલ જાગૃતિ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો જેમાં લોકોએ પોતાના નાણાકીય અધિકારો અને સુરક્ષા વિશે વધુ માહિતગાર બન્યા હતા.

આ કાર્યક્રમમાં દાવો ન કરાયેલ થાપણો અંગેના અભ્યાન પુસ્તકનો વિમોચન, જાગૃતિ વિડિયો પ્રદર્શન, દાવા કરવાની પ્રક્રિયા અને સાયબર સુરક્ષા અંગે સત્રનું આયોજન તથા છેતરપિંડી થી બચવાના ઉપાયો માટેનું સત્ર સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં DGM, SLBC ગુજરાત વીણાબેન શાહ, મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપા, મોરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઉપમા પ્રબંધક મોહન કૃષ્ણ, બેંક ઓફ બરોડાના ડીઆરએમ ધીરજ મહારોત્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મોરબી ક્ષેત્રના ચીફ મેનેજર યશ અગ્રવાલ, મોરબી નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારી આદિત્ય નિકમ તેમજ વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બેંકના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News