મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર 220 કેવી એસ.એસ.ના લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વય મર્યાદાને લઇ નિવૃત્ત થાય છે ત્યારે તેમનો નિવૃત્ત સન્માન સમારંભ વાંકાનેરમાં આવેલ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં નાયબ ઇજનેર રામાણીભાઈ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ પરમારભાઈ સહિતના ઇજનેરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને અ.ગુ.વિ.કા.સઘં હોદેદારો એમ.કે.ઝાલા, ઉપાધ્યાયભાઇ, નટુભા ઝાલા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ હરેશભાઈનું સન્માન કર્યું હતું. ઉલેખનીય છે કે, હરેશભાઈ ૧૯૮૬ થી જોડાયા હતા અને ૨૦૨૫ માં નિવૃત થયેલ છે. જેથી જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને તેઓને બીરદાવવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ રામાણીભાઈએ હરેશભાઈને ચાંદીનો સિક્કો આપ્યો હતો અને અન્ય લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિડજાભાઈ અને કે.આઈ.ગોસાઈએ કર્યું હતું હતું.  






Latest News