ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે


SHARE







મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ૩જી તારીખે દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમનો શુભારંભ કરાશે

મોરબીના આંગણે પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં થોડો ફેરફાર થયો છે અને આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આગામી તા ૩ નવેમ્બરે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ નિમિત્તે મોરબીના આંગણે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. અને હવે આ મહોત્સવ ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન યોજાશે. અને આ મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ૩ નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી "જોવા જેવી દુનિયા" ની મુલાકાત ૩ થી ૯ નવેમ્બર દરમ્યાન સાંજે ૪.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. જેવુ આયોજકોએ જણાવ્યુ છે.






Latest News