મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર


SHARE







વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર

વાંકાનેર શહેરમાં આવેલ સિટી સ્ટેશન રોડ ઉપર ગ્રીનચોક પાસે એકટીવા ચાલકે બે બાળકોને હડફેટે લીધા હતા જેથી તેઓને હાથે પગે અને શરીર ઇજાઓ થઇ હોવાથી બાળકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર શહેરમાં ગ્રીન ચોક પાસે આવેલ સલોટ શેરીમાં રહેતા ઈરફાનભાઇ અબ્દુલભાઈ કાજી (39) એ  એકટીવા નંબર જીજે 36 એકયુ 4650 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ગ્રીનચોક પાસેથી એકટીવા ચાલક પોતાનું વાહન લઇને પસાર થયો હતો ત્યારે ફરિયાદીના દીકરાને હડફેટે લઈને ડાબા હાથના પંજામાં તથા ડાબા પગના ઢીંચણના ભાગે ઇજા કરી હતી તથા સમીરને દાઢીના ભાગે અને ડાબા પગમાં ઇજાઓ કરી હતી અને એકટીવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભ ઇજાગ્રસ્ત બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મહિલાનું મોત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સ્વામી નારાયણ પાર્કમાં રહેતા કુસુમબેન રમેશચંદ્ર પરમાર (45) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે જૂની બીમારીઓનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News