મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ


SHARE







વાંકાનેરમાં યુવાનની હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

વાંકાનેરમાં મિત્ર સાથે થયેલ ઝઘડો પતાવવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને એક બાળ કિશોરને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી કરી હતી.
 
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર રહેતા ધ્રુવ પ્રફુલ્લભાઈ કેરવાડીયા (20)ના મિત્ર વિપુલ સાથલીયાને અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. જેથી સમાધાન કરીને ઝઘડો પતાવવા માટે ધ્રુવ પોતાના મિત્ર દિપક પરેચા અને વિપુલ સાથલીયા સાથે નવાપરા વિસ્તારમાં વાસુકી દાદાના મંદિર નજીક ગયો હતો ત્યારે ત્યાં આરોપીઓ સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી રહે. ત્રણેય નવાપરા, વાંકનેર અને કાનો દેગામા રહે. વિશીપરા, વાંકાનેર વાળા સહિત કુલ પાંચ વ્યક્તિ ત્યાં હાજર હતા અને સમાધાન માટેની વાતચીત ચાલી રહી હતી તેવામાં ધ્રુવ, દિપક અને વિપુલને ઘેરી લીધા હતા અને બેફામ માર માર્યો હતો. અને ત્યારે આરોપીઓએ ધ્રુવ કેરવાડીયાને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જેથી ગંભીર ઇજા પામેલા ધ્રુવ કેરવાડીયા લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલે લઈ ગયા હતા જો કે, ધ્રુવ કેરવાડીયાને જોઈ તપાસીને ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા પ્રફુલ્લભાઈ કેશુભાઈ કેરવાડીયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે વાંકાનેરના સીટી પીઆઇ એચ.એ. જાડેજા તથા તેઓની ટીમ દ્વારા આરોપી સાહિલ દિનેશભાઈ વિજવાડીયા, ઋત્વિક જગદીશભાઈ કોળી, અનિલ રમેશભાઈ કોળી અને કાનો દેગામાની ધરપકડ કરવામાં આવેલ છે અને હત્યાના આ બનાવમાં એક બાળકિશોરનો પણ સમાવેશ થતો હોય પોલીસે તેને ડિટેઇન કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી






Latest News