હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અભયમની ટીમે માનસિક અસ્વસ્થ અને ભૂલી પડેલ મહિલાનું પિતા સાથે કરવ્યું મિલન


SHARE











મોરબી અભયમની ટીમે માનસિક અસ્વસ્થ અને ભૂલી પડેલ મહિલાનું પિતા સાથે કરવ્યું મિલન

મોરબીમાં સજ્જન વ્યક્તિ દ્વારા 181 અભયમમાં ફોન કરી કહેવામા આવ્યું હતું કે, એક અજાણી મહિલા જેમની ઉંમર આશરે 35 વર્ષ છે તેઓ એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી કરીને મોરબી અભયમની ટીમ ત્યાં પહોચી હતી અને માનસિક અસ્વસ્થ અને ભૂલી પડેલ મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેના પિતા સાથે તેનું મિલન કરવ્યું હતું

મોરબી અભયમની ટીમમાં ફરજ બજાવતા કાઉન્સિલર પટેલ સેજલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ રસિકભાઈ સ્થળ પર પહોંચેલ 181 ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સરળતાપૂર્વ કાઉન્સિલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ?, ક્યાંથી આવ્યા ? વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ન હોવાથી આજુબાજુના વિસ્તારમાં તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ મહિલાની પોલીસ સ્ટેશનમાં ગુમસુધાની અરજી થયેલ છે જેથી તેમના પિતાનો ફોન દ્વારા સંપર્ક કરી સ્થળ પર બોલાવેલ હોય ત્યારબાદ તેમના પિતા સ્થળ પર આવતા તેમની દીકરી તેમના પિતાને ઓળખી જતા તેમની દીકરી તેમના પિતાને સોંપેલ ત્યારબાદ તેમના પિતાનું કાઉન્સિલિંગ કરતા તેમણે જણાવેલ હતું કે તેમની દીકરી માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની દીકરી ઘરેથી કહ્યા વગર અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા સલાહ સૂચન માર્ગદર્શન આપી  તેમના પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા માટે જણાવેલ તેમના પિતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો






Latest News