મોરબીના ઘુંટુ ગામે સંયુક્ત માલિકીની કરોડોની જમીનના વેચાણ મામલે પ્રાંત અધિકારીનો મહત્વનો હુકમ મોરબીના રંગપર બેલા ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિને અર્પણ કરી ટ્રાયસિકલ મોરબી-રાજકોટ રોડના રિસરફેસિંગ માટે વધુ ૧૦૩ કરોડ મંજૂર: દુર્લભજીભાઇ દેથરીયા મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં ઠેર ઠેર ગાબડા !: રિપેરિંગ-સફાઈ કરવામાં ન આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વોકલ ફોર લોકલ: મોરબી મહાપાલિકા દ્વારા  સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો


SHARE







































વોકલ ફોર લોકલ: મોરબી મહાપાલિકા દ્વારા  સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો

વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival)નું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા હેતુથી સ્વદેશીની થીમ સાથે આયોજિત ૧૦ દિવસીય મેળામાં વેચાણ-પ્રદર્શન માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા ૧૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા ગૃહ સુશોભન માટે તોરણ, ટોડલીયા, દીવડા વગેરે વસ્તુઓ, ઘરે બનાવેલ સાબુ, શેમ્પૂ અને કોસ્મેટીક્સની સામગ્રી, ચેવડો, ખાખરા, ચટણી વગેરે જેવી અનેક ખાદ્ય સામગ્રી, સાડી, ચણિયાચોળી, ઓઢણી અને ડ્રેસ મટીરીયલ જેવા વિવિધ ભાત ભાતના વસ્ત્રો તથા માટીકલા, કાષ્ઠકલા સહિત વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક કારીગરો માટે રોજગારીનું રોજગારીનું સર્જન કરવા તથા તેમના દ્વારા બનાવવામાં આવતી કલાત્મક  અને વધુ ટકાઉ અને ગુણવત્તાવાળી  વસ્તુઓ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે આયોજિત આ સ્વદેશી મેળાની વધુને વધુ લોકો મુલાકાત લે અને ખરીદી કરે તે માટે મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.આ મેળાને ખુલ્લો મુકતી વેળાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, સખી મંડળની બહેનો અને મોરબી શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News