મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબી: આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લધીરનગર પાસે આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબીના લધીરનગર (નવાગામ) પાસે આવેલ આજવિટો સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો સોનુભાઈ થાનસીંહ ભીલાલા (19) નામનો યુવાન તેના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈપણ કારણોસર તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મયુરકુમાર નારણભાઈ ભોરણીયા રહે. રવાપર રોડ ઉમિયા ચોક મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ બી.જી.દેત્રીજા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળે માહિતી મુજબ આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા લાલજીભાઈ જગદીશભાઈ નિમાવત (35) નામના યુવાનને લાયન્સ સ્કૂલ નવલખી રોડ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા ભારતીબેન ભાવેશભાઈ (17) નામની સગીરાને કોઈ ઝેરી જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ લેબેટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પૂજાબેન રાકેશભાઈ (25), અનિલભાઈ રામપ્રકાશભાઈ યાદવ (30), મોક્ષા અનિલભાઈ યાદવ (4) અને કામિનીબેન અનિલભાઈ યાદવ (24) નામના ચાર વ્યક્તિઓને યુનિટમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News