મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE







વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેરના રાજસ્થળી ગામની સીમમાં આવેલ શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રીહરિ એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોનના પ્લાન્ટની ઓરડીમાં રહેતા અખિલેશ ચંદ્રબલી યાદવ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની ઓરડીની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કિરણભાઈ પાટડીયા (45) રહે. લુણસર ગામ તાલુકો વાંકાનેર વાળાવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

મહિલા સારવારમાં

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ થાવરા (25) નામની મહિલાએ કોઈપણ કારણોસર દવા પી લેતા તે બેભાન થઈ ગયા છે જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

જોડિયા તાલુકાના દુધઈ ગામે રહેતા હરિબેન જેઠાભાઈ ખીટ (50) નામના મહિલા ગામમાંથી બાઇકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 






Latest News