મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં સિરામિક સહિતના એસો.ના હોદેદારો સાથે આઇજીની બેઠક યોજાઇ

મોરબીની એસપી કચેરી ખાતે રાજકોટ વિભાગનાં આઇ.જી. અશોકકુમારની અધ્યક્ષતામાં આયોજીત મિટિંગમાં સિરામિક એસોસિએશન અને અન્ય વિવિધ ઉધોગના આગેવાનો હાજર રહ્યા હતા.  ત્યારે મોરબીના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં ટ્રાફિક, સાઇબર ક્રાઇમના બનાવો અને તેને અટકાવવા શુ શુ પગલા લેવા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમાં સાયબર ક્રાઇમ થયો હોય ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૯૩૦ માં ફોન કરી મદદ મેળવી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી. ઉધોગોમાં રોજીરોટી માટે આવતા કર્મચારીઓની સલામતી માટે હેલ્મેટ વગર નો એન્ટ્રી બાબતની કાળજી લેવામાં આવે તો મહદઅંશે રોડ પર થતા એક્સિડન્ટમાં જાનહાનિ ટાળી શકાય છે. અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલિસ તંત્ર હંમેશા કડકહાથે કાર્યવાહી કરતુ આવ્યુ છે અને કરતુ રહેશે. મોરબીમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વારી કાર તાત્કાલિક ડીટેઇન થશે તેવી બાબતની માર્મિક ટકોર અધિકારી કરી હતી. અને ખાસ કરીને રેન્જ આઇ.જી. અવાર નવાર ઉધોગકાર સાથે બેઠક કરીને તેઓના પ્રશ્નોની સમીક્ષા કરીને તાત્કાલીક નિરાકરણ લાવતા હોય છે જેથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તેઓઑ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.  આ બેઠકમાં એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડાં વિરલ દલવાડી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News