મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું


SHARE







મોરબીના લધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા આધેડનું તેના કવાર્ટરમાં બે દિવસ પહેલા કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ હોલિસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી (51) નામના આધેડનું લેબર કોલોનીના તેના કવાર્ટરની અંદર કોઈ કારણોસર બે દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું અને તેની લાશને રોશનપ્રસાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ સી.કે. પઢિયાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આધેડ છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને કવાર્ટરને અંદરથી બંધ કરેલ હતું દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને બોડી ડિકમ્પોઝ થઈ ગયેલ હોવાથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈને જવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

રાજકોટ નજીક આવેલ ગૌરીદળના રહેવાથી નવઘણભાઈ છગનભાઈ વકાતર (35) નામના યુવાનને મોરબીના ભરતનગર પાસે માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News