મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનની માતાને યુવતીની માતા-ભાઈએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના રણછોડગઢ ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનની માતાને યુવતીની માતા-ભાઈએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રણછોડગઢ ગામે રહેતા યુવાને તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે તે બાબતનો ખાર રાખીને યુવતીની માતા અને ભાઈ પ્રેમ લગ્ન કરનારા યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં યુવાનની માતાને ગાળો આપી હતી અને ત્યાર બાદ જમણા પગના ઢીંચણના ભાગે યુવતીના ભાઈએ લાકડાનો ધોકો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના રણછોડગઢ ગામે રહેતા કુંવરબેન બાબુભાઈ મોલાડીયા (70)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાલુબેન સંધુભાઈ ફીસડીયા અને તેના દીકરા તેજાભાઈ સંધુભાઈ ફીસડીયા રહે. બંને રણછોડગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદીના દીકરાએ આરોપી મહિલાની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરી લીધેલ છે જે બાબતનો ખારાખીને જાલુબેન તથા તેનો દીકરો તેજાભાઈ બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને ગાળો આપીને તેજાભાઈએ જમણા પગના ઢીચણના ભાગે ફરિયાદી મહિલાને લાકડાનો ધોકો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

બાઈકમાંથી પડી જતાં ઇજા

મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા લીલાબેન દામજીભાઈ (82) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબી બાજુથી અમરાપર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં બાઈકમાંથી પડી જવાના કારણે તેઓને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા ગામે રહેતા સંજયગીરી નિલેશગીરી ગોસાઈ (25) નામનો યુવાન મોરબી તાલુકાના જોધપર ગામ પાસે પટેલ બોર્ડિંગ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળક સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી નજીક કજરીયા સીરામીક પાસે આર્યન રમેશભાઈ વાસાણી (5) નામના બાળકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા તેને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં રાજકોટના બે યુવાનને ઇજા

મોરબીના નીચી માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાહુલ રાજુભાઈ રાઠોડ (30) રહે હનુમાન મઢી રાજકોટ અને દિનદયાળ રામનયન પ્રજાપતિ (29) રહે. ઢેબર કોલોની રાજકોટ વાળાને ઇજાઓ થઈ હતી જેથી તે બંન્ને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News