મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો: મોરબી-માળિયામાં જુગારની એક-એક રેડ


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી દારૂની પાંચ બોટલ સાથે એક પકડાયો: મોરબી-માળિયામાં જુગારની એક-એક રેડ

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી પોલીસે 750 ની કિંમતની દારૂની બોટલો સાથે આરોપીની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવી હતી જેથી 750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી યતિશભાઈ બાબુભાઈ મુછડીયા (24) રહે. રફાળેશ્વર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ચલણી નોટના નંબર આધારે જુગાર

મોરબીના ગાંધીચોકમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હસમુખભાઈ ગોપાલભાઈ હણ (30) રહે. વૃંદાવન પાર્ક સોસાયટી ઘૂટું તથા સલીમભાઈ ઉર્ફે ડેનિસ હાજીભાઈ સુમરા (40) રહે. પંચાસર રોડ મસ્જિદ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વરલી જુગાર

માળીયા મીયાણાની મેન બજારમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી હનીફભાઈ જુમાભાઇ સમાણી (45) રહે. પીપળીયા રોડ જુના રેલ્વે સ્ટેશન ફાટક પાસે માળિયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News