મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર નજીક યુવાનને રોકીને નજીવી વાતનો ખાર રાખીને કપાળના ભાગે લોખંડનો પાઇપ ફટકાર્યો


SHARE







ટંકારાના ધ્રુવનગર નજીક યુવાનને રોકીને નજીવી વાતનો ખાર રાખીને કપાળના ભાગે લોખંડનો પાઇપ ફટકાર્યો

ટંકારાના હડમતીયા ગામે થોડા દિવસો પહેલા મેળો યોજાયો હતો ત્યારે ત્યાંથી કાર ન જવા દેવા બાબતનો ખારાખીને યુવાનને ધ્રુવનગર અને ટંકારાની વચ્ચે રોકીને ગાળો આપવામાં આવી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને કપાળના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એક શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ (35)એ હાલમાં રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે. ધ્રુવનગર તાલુકો ટંકારા વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, આશરે 15 દિવસ પહેલા હડમતીયા ગામ પાસે પાલનપીર મંદિરે મેળામાં આરોપીની કારને જવા દીધી ન હતી જેથી કરીને તેનો ખાર રાખીને ફરિયાદીને ધ્રુવનગર અને ટંકારા વચ્ચે રોકીને કહ્યું હતું કે “મારી ફોરવીલ કાર તે કેમ જવા ન દીધી” એવું કહીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને માથાના ભાગ કપાળ ઉપર લોખંડનો પાઇપ મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ ફરિયાદી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા લીલાબેન મુકેશભાઈ ડાભી (44) રહે. ત્રાજપર મોરબી વાળા ઘરેથી ચાલીને જેનિસ ગારમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અનુબેન વિઠ્ઠલભાઈ દહેકિયા (60) અને સીતાબેન વિઠ્ઠલભાઈ દહેકીયા (24) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોટ લાગ્યો

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ રોક્સ સીરામીક નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા દાદુલાલસીંગ બારેલાલસીંગ (20) નામના યુવાનને રાત્રિના સમય દરમિયાન કારખાનામાં ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News