મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રણ દિવસીય રંગરાત્રિ કાર્યક્રમનું રાધે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ કરી હતી. ત્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો, ઝગમગતા આભૂષણો સાથે ગરબા રમવા માટે આવ્યા હતા.

પ્રથમ દિવસે નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સે મસ્તીભેર ગરબે રમ્યા હતા અને નાનકડા બાળકોપેરેન્ટ્સની સાથે ગરબે રમવાની મજા કરી હતી આ તકે દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી. બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન ધમધમતું બનાવી દીધું હતું અને સ્ટેજ પરથી ગરબા  વાગતા જ ખેલૈયાઓ ગરબે ઘૂમી જૂમી ઉઠયા હતા. આ કાર્યક્રમમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન અને  જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. અને ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી દીધી કે ગરબા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબે રમવા માટે આવ્યા હતા અને ગરબાની ધૂમ મચાવી હતી. ત્યાર બાદ વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા અને ત્રણેય દિવસના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સતત ઉત્સાહ અને માર્ગદર્શન ખેલૈયાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. આ તકે પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે  “વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો એ જ અમારો સફળ કાર્યક્રમ છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ રંગરાત્રિ માત્ર ગરબા કાર્યક્રમ ન રહી, પરંતુ વિધાર્થીઓમાં સંસ્કૃતિ, ઉમંગ અને એકતાનો અનોખો ઉત્સવ બની રહ્યો હતો.






Latest News