મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પમાં સેવાની સરવાણી: સાંસદ વિનોદભાઈ ચાવડા


SHARE







માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પમાં સેવાની સરવાણી: સાંસદ વિનોદભાઈ ચાવડા

સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં  આશાપુરાના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું ભક્તો માટે કચ્છમાં ૨૦૦ થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો - વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો - ઠંડા પાણી, ઠંડા પીણા, મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મે ઘણાં સેવા કેમ્પોની મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે, મારી સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, અંગદાન પ્રણેતા
દિલીપભાઇ દેશમુખ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી વિગેરે સ્વયંભુ કાર્યકરો સેવામાં જોડાયેલા છે અને દરેક કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ અને ભોજન સહિતની તમામ સુવિધા કરવામાં આવેલ છે જેનો પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે.






Latest News