મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત

હળવદના સરંભડા ગામે રહેતા વૃદ્ધનું માથું દુખતું હતું અને તેની પાસે તાવ કડતરની દવા હતી જે વધુ પડતી પી ગયા હતા જેથી તેની તબિયત ખરાબ થઈ હતી જેથી વૃદ્ધને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જે બનાવની મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા ભુપતભાઈ હમીરભાઇ ઉઘરેજા (65) નામના વૃદ્ધ ગત તા. 24/8 ના રોજ પોતાની વાડીએ હતા ત્યારે તેને માથું દુખતું હતું અને તેઓએ પોતાની પાસે રહેલ તાવ કતરની એકી સાથે પાંચ થી છ ગોળીઓ પી લીધી હતી જેથી તેની તબિયત ખરાબ થતા સારવાર માટે લઈ ગયા હતા અને વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના દીકરા દિલીપભાઈ ભુપતભાઈ ઉઘરેજા (26) રહે. સરંભડા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો રવિ રમેશભાઈ કશ્યપ (24) નામનો યુવાન કોઠી ગામ નજીક હતો ત્યારે તેને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રહેતા કાળુભાઈ કાંજીયાની ચાર વર્ષની દીકરી બંસી માટે રોડ ઉપર બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથીમાં ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News