મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત


SHARE







હળવદના ચાડધ્રા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

હળવદના ચાડધ્રા ગામની સીમમાં આવેલ વાડીએ વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા જેસીંગભાઇ નરસીભાઈ રાણેવાડીયા (63) નામના વૃદ્ધ ગામની સીમમાં આવેલ લખુભાઇ મોહનભાઈ ટાપારિયાની વાડીએ હતા ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાની મૃતકના દીકરા કાળુભાઈ જેસીંગભાઇ રાણેવાડીયા (25) રહે. ચાડધ્રા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અસલમ કાસમભાઈ સંવાણી (27) રહે. જોન્સનગર મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામ નજીક આવેલ કારખાનામાં રહેતા કુન્ની રાધેભાઈ મૂખી (21) નામની વ્યક્તિ બીજા માળ ઉપરથી નીચે પડતા તેના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના એસપી રોડ ઉપર રહેતા ચીખલીયા બાલુભાઈ દેવજીભાઈ (61) નામના વૃદ્ધ લુંટાવદર ગામ નજીક વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News