મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસના અનુસંધાને કાર્યક્રમ યોજાયેલ હતો. NTF (નેશનલ ટાસ્ક ફોર્સ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના મનોરોગ ચિકિત્સક ડો. દીપભાઈ  ભાડજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.જે. એમ.કાથડે મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડો. દીપ ભાડજા પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને આત્મહત્યા કેવા વ્યક્તિઓ કરે છે અને તેનું કઈ રીતે નિવારણ કરી શકાય તેની સમજણ આપેલ. તેમજ માનસિક બીમારીથી બચવાના ઉપાયો પણ અસરકારક અને હળવી શૈલીમાં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા. આચાર્ય ડૉ.રામભાઈ વારોતરીયાએ પણ આવા વિદ્યાર્થીલક્ષી ઉપયોગી કાર્યક્રમો થતા રહે  તે બાબતે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા એનટીએફ ના નોડલ ઓફિસર કે.આર.દંગી તથા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.






Latest News