મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી


SHARE







માળિયા (મિ)માં રાજવી પરિવાર દ્વારા ફ્રી ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો: રાજપૂત કરણી સેના મહિલા ટીમે એસપીની મુલાકાત લીધી

માળિયા (મિ.) રાજવી પરિવાર દ્વારા માળિયા ખાતે ફ્રી ચક્ષુ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડો. પૃથ્વીરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી કરીને મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને હાલ કરણી સેનાના પ્રદેશ મહામંત્રી કે.ડી.જાડેજા અને મોરબી તાલુકા કરણી સેનાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા સાથે અન્ય આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા. અને ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગ માટે આજે પણ રાજવી પરિવાર ચિંતિત હોય અને આવા અનેક સેવા કાર્ય કરે છે. તે માટે તેઓના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા મહિલા ટીમ દ્વારા મોરબીના એસપી મુકેશ પટેલની મુલકાત લેવામાં આવી હતી ત્યારે શ્રી રાજપૂત કરણીસેના જીલ્લા મહિલા ટીમના પ્રમુખ ગાયત્રીબા જાડેજા, શહેર પ્રમુખ ઇલાબા ઝાલા, પ્રીતીબા ઝાલા, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા સહિતના હાજર રહ્યા હતા.






Latest News