મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું


SHARE













મોરબીમાં ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે ખેડૂતોને પાકની જાળવણી બાબતે માર્ગદર્શન અપાયું

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હેઠળની મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વાલ્મી - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કૃષિ ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસે હાલની વરસાદી વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક એમ.એફ. ભોરણીયા તથા ડૉ. કે.એન.વડારીયા દ્વારા હાલમાં વાવેતર કરેલા પાકોમાં લેવાની થતી કાળજી અને કાપણી પછીની તકેદારીઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જમીન વ્યવસ્થાપન સંસ્થા વાલ્મી કાર્યપાલક ઇજનેર વી.એચ.ભોરણીયા દ્વારા ડેમોમાંથી સિંચાઈ વ્યવસ્થાપન માટે કેનાલના પાણીનો કરકસર યુક્ત વપરાશ બાબતે સિંચાઈ વ્યવસ્થા તથા સહભાગી સિંચાઈ વ્યવસ્થા બાબતે ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો બાબતે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News