મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી તાલુકાના ઉચી માંડલ ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તો બીજા બનાવમાં બેલા ગામની સીમમાં કારખાનાની પાછળના ભાગમાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમમાં આઇબીસ સ્માર્ટ મારલ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંદીપકુમાર તુલસીભાઈ (21) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ સનફ્લોર સિરામિકની પાછળના ભાગે વિશ્વરામસિંગ અલીસિંગ ઠાકોર (35) રહે. ઇગ્લીશ સીરામીક બેલા વાળાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના પત્ની ગોવરાબેન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા મનહરભાઈ વસ્તાભાઈ રાંકજા (62) નામના વૃદ્ધ બાઈક ઉપર નસીપર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેઓને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

ટંકારામાં પીડબ્લ્યુડીના બંગલાની પાછળના ભાગમાં રહેતા હનીફભાઈ આગરીયાનો દસ વર્ષનો દીકરો મુસ્તુફા સાયકલ લઈને જતો હતો ત્યારે ઘર પાસે સાયકલ ઉપરથી પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News