મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં 10 હજારની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં 10 હજારની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા

મોરબીના લાલપર નજીક સિરામિક સીટીમાંથી પસાર થઈ રહેલા બે શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની મોંધીદાટ ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને 10 હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી અને બે આરોપીને પકડવામાં આવેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી જી-1 એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલો મળી આવી હતી જેથી 7000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હિરેનભાઈ શેતલકુમાર યાદવ (22) રહે. સિરામિક સીટી જી-1 એપાર્ટમેન્ટ બ્લોક નંબર 104 લાલપર મોરબી મૂળ રહે અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂની બોટલો તેણે જગદીશભાઈ સવસેટા રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવી શરૂ કરે છે આવી જ રીતે મોરબીના સિરામિક સિટીમાં એફ-1 એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની મોંઘીદાટ 1 બોટલ મળી આવતા પોલીસે 3000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હરિભાઈ કુમારપાલસિંહ લોધી (31) રહે. સિરામિક સીટી એફ-1 એપાર્ટમેન્ટ બ્લોક નંબર 603 મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ છે.

વરલી જુગારની બે રેડ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાનાની મજુરની ઓરડી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા (21) રહે. વીસીપરા મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય 470 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે લાલપર ગામના બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ (32) રહે. જેતપર મોરબી રોડ ભાગ્યલક્ષ્મી હોટલ પાછળ મૂળ રહે. સાપકડા વાળો મળી આવ્યો હોય પોલીસે 630 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયા છે.






Latest News