મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર નજીકથી બે દિવસ પહેલા સવારના સમયે ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું તે બાઇકને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કૌટુંબી કાકા-ભત્રીજાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા રાજેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (35)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 12 એઝેડ 3270 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના ભાઈ રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (38) તથા તેના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડીયા (50) બાઈક નંબર જીજે 36 એએમ 8957 ઉપર તરણેતરના મેળામાંથી પરત લક્ષ્મીનગર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ તથા કૌટુંબિક કાકાને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરમાં ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News