મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને ગંભીર ઇજા


SHARE







મોરબી નજીક કાર ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને ગંભીર ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટોયોટોના શોરૂમ સામેથી પગપાળા ચાલીને પસાર થઈ રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથામાં તેમજ હાથે પગે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મૂળ ટંકારા તાલુકાના વીરપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર એ.જે. કંપનીની પાછળ યદુનંદન પાર્કમાં રહેતા રમેશભાઈ રમણીકભાઈ સનાળીયા (25) નામનો યુવાન મોરબીના રાજકોટ હાઇવે રોડ ઉપર સિદ્ધિ વિનાયક ટોયોટોના શોરૂમ સામેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે 3 જેએલ 8005 ના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં રમેશભાઈને માથા, હાથે, પગે અને  શરીરે ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

વધુ પડતી ગોળીઓ પી જતા સારવારમાં

મોરબીના નવલખી બાપાસ રોડ ઉપર આવેલ ધૂતારીની વાડીમાં રહેતા દિશાબેન લાલજીભાઈ ઉપસરીયા (23) નામની મહિલા કોઈ કારણોસર વધુ પડતી તાવની ગોળીઓ પી જતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા અનિતાબેન મહેશભાઈ ડુંગરા 25 અને રૂપાબેન રમેશભાઈ સુરેલા 15 નામના બે વ્યક્તિ કોઈ કારણોસર ઘરે ફિનાઈલ પી જતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના ચામુડા નગરમાં રહેતા જમનાબેન સવજીભાઈ સોલંકી (57) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે ગોઠણમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News