મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ


SHARE







વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ

વાંકાનેરના વીડીભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલકે વાડીના ફરતે શેઢે ઝાટકાના તાર બાંધેલા હતા અને તે જાટકાના તારથી માલધારીની ગાયને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું.આ બનાવ સંદર્ભે હાલમાં માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ભરવાડપરા ટાંકીવાળી શેરીમાં રહેતા માલધારી કાળુભાઈ દાનાભાઈ ગમારા (28) એ વાડીના માલિક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છેકે, વીડી ભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલિકે પોતાની વાડીના શેઢે ઝાટકા તાર બાંધેલો હતો અને તે ઝાટકા તારમાંથી શોટ લાગવાના કારણે ફરિયાદીની ગાયનું મોત નીપજ્યું હતું. જેથી વાડીના માલિકની બેદરકારીને કારણે ગાયનું મોત નીપજયું હોવાથી માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી સોઓરડી પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા સવિતાબેન જેસીંગભાઇ રીબડીયા નામના 72 વર્ષના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને વૃષભ સોસાયટીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક બાઇકમાંથી નીચે પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયથી વૃષભનગર બાજુ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં હેતલબેન જતીનભાઈ સવાડીયા (30) રહે.સર્વોદય સોસાયટી તરણેતર રોડ થાન જી.સુરેન્દ્રનગર નીચે પડી જતા ડાબા હાથના કાંડાના ભાગે ઇજા સાથે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના નવાગામ ખાતે રહેતા સિરાજ દિલાવરભાઈ જામ નામના 19 વર્ષના યુવાનને ઇજા થતાં સારવારમાં અત્રે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.માળીયા મીંંયાણાના રાસંગપર ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં તેને ઇજા થઈ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે માળિયા મીંયાણાના ખાખરેચી ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ રાવલ નામના 32 વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે હળવદના દેવળિયા ગામે બાઇકની આડે કૂતરું આડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને જડેશ્વર જતા રસ્તે બાઈક તથા કાર અથડામણના બનાવમાં આશાબેન હરજીવનભાઈ ચાવડા (30) રહે.શનાળા વાડી વિસ્તાર મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈકમાં જતા હતા ત્યારે કારવાળાએ તેઓને હડફેટ લીધા હતા.






Latest News