મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી એકટીવાને કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં


SHARE







મોરબી નજીક ડબલ સવારી એકટીવાને કાર ચાલકે ઠોકર મારતા અકસ્માત: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

મોરબી હળવદ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી પાસેથી ડબલ સવારી એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે પાછળથી તેને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા ઉષાબેન ચંદુભાઈ દુદકીયા (45)એ કાર નંબર જીજે 5 આરએસ 7493 માં ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓ પોતાના ઓળખીતા સુભાષભાઈના એકટીવામાં પાછળ બેસીને મહેન્દ્રનગર ચોકડીથી આગળ હળવદ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલકે પાછળથી એકટીવાને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો બનાવમાં ફરિયાદી મહિલાને જમણા પગના ઘુટમાં ફ્રેકચર થયેલ હતું અને જમણા હાથની આંગળીઓમાં પણ ઈજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

ભાવનગરમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા જીકુબેન ઘનશ્યામભાઈ (62) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ભડીયાદ થી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

આધેડ સારવારમાં

મોરબીના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હીરાભાઈ ઠાકોર (50) નામના આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

શોર્ટ લાગતાં સારવારમાં

માળીયા મીયાણામાં દરબારગઢ પાસે રહેતા રેસમાબેન ગફુરભાઈ મોવર (17) નામની યુવતી ઘરે હતી ત્યારે ત્યાં તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News