મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી


SHARE







મોરબી આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આચાર્ય ડો.રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર એવા ડૉ. રાજપૂતે ઇનોવેશન ક્લબની  વિગતવાર માહિતી તેમજ ઉદ્યોગ સાહસિકતા દિવસ અંગેની, ઉદ્યોગો અંગેની જાણકારી વિદ્યાર્થી ભાઈ બહેનોને આપી હતી. તો ડો. નાજાભાઇ કોડીયાતરે IIC ક્લબ અંતર્ગત ઇનોવેશન કઈ રીતે થઈ શકે તે અંગે વિદ્યાર્થીઓને અનેક દ્રષ્ટાંતો દ્વારા સમજૂતી આપેલ અને સ્ટાર્ટઅપ કઈ રીતે કરી શકાય તે વાત વિગતવાર જણાવી હતી.  કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.અતુલ ધ્રુવે ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત તેમણે ગાંધીનગર કેસીજી ખાતે લીધેલી ટ્રેનિંગ બાબતે તેમજ હાલના સમયમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો નાના-નાના ઉદ્યોગથી આરંભ કરીને વિવિધ પ્રકારના વ્યવસાયો ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને સાહસ દેખાડી શકે તે બાબતે વ્યાખ્યાન પૂરું પાડ્યું હતું. તો કાર્યક્રમના અધ્યક્ષ રામભાઈએ પૂર્વ તૈયારીથી રજૂ થયેલ ત્રણેય તજજ્ઞ વક્તવ્યોને બિરદાવ્યા હતા. અને વિદ્યાર્થીઓને તેમાંથી બોધપાઠ લેવા સૂચવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા.ડો.કવિતાબા ઝાલા એ કર્યું હતું.






Latest News