પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?


SHARE







મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?

મોરબી જિલ્લામાં ઘણી સસ્તા અનાજની દુકાનો બંધ છે અને ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? તો ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તેવી સવાલ પી.પી. જોશીએ ઉઠાવ્યો છે

મોરબી જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય પી.પી.જોશીએ જણાવ્યુ છે કે, મોરબીમાં સસ્તા અનાજની ઘણી હાલમાં ખાલી જગ્યા છે જેમાં કેટલાક દુકાનદાર અવસાન પામેલ છે તો અમૂકે રાજીનામું આપેલ  છે અને કેટલાક લાંબી રજા ઉપર છે જેથી ઘણી દુકાનો બંધ છે અને ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કિમી સુધી ગ્રાહકને વસ્તુ લેવા જવું પડે છે તો આવી ખાલી પડેલ જગ્યાનું દુકાનનું જાહેરનામું બહાર પાડવું જોઈએ જેથી કોઈ બેરોજગાર કે વિધવા લાભ લઇ શકે અને સરકાર બેરોજગારને રોજગાર આપવા તત્પર છે પરંતુ અધિકારીની અનઆવડત કે બેદરકારીને કારણે આ લાભ બેરોજગાર સુધી પહોંચતો નથી અને અહી પ્રશ્ન એ થાય છે કે દુકાનોનું જાહેરનામુ શા માટે બહાર પાડવામાં આવતું નથી ? સરકારી નિયમોનુસાર કોઈ દુકાનદાર રાજીનામું આપે અથવા અવસાન થાય તો આવી દુકાનનું તુરત નિયમોનુસાર જાહેરનામું બહાર પાડી અરજીઓ મંગાવી દુકાન ચાલુ કરવાની હોય છે પરંતુ મોરબી જિલ્લામાં છેલ્લા ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં હાલમાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તે પણ તપાસનો વિષય છે તો આવી અસંખ્ય દુકાનો ખોલવાની કાર્યવાહી કરવી જોઈએ જેથી કોઈ બેરોજગારોને રોજગારી મળે તેમ છે






Latest News