મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા સવલતો આપવી જરૂરી: લાલજીભાઈ મહેતા


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા સવલતો આપવી જરૂરી: લાલજીભાઈ મહેતા

મોરબીની કમનશીબી છે કે સમગ્ર દેશમાં વધારે ટેકસ ભરતો સીરામીક ઉદ્યોગ હાલક ડોલક થઇ ગયો છે ગુજરાત ગેસ કંપનીની મનમાનીથી ઉદ્યોગપતિ નારાજ છે ગુજરાતમાં અન્ય જગ્યામાં સાડા દશ રૂપિયા ભાવ છે ત્યારે મોરબીમાં પંચાવન રૂપિયાથી વધુ ભાવ હોય તેવું જાણવા મળેલ છે જે ઉદ્યોગોને એગ્રીમેન્ટ પુરો થઇ ગયો હોય તેમને બીજેથી ગેસ લેવા દેવામાં આવતો નથી અને ગ્રાહકને પુરતો ગેસ મળે છે કે નહી તેનુ પ્રમાણ નથી તેમજ ગેસ આવ્યા પછી તોલમાપ ખાતુ આ બાબતમાં ઉંઘમાં છે વેપારીના વાર્ષિક કાંટાની તપાસણી થાય પણ ગેસ ગ્રાહકને પુરતો ગેસ મળે છે કે નહીં તેની તપાસણી થાય કે નહી ? મોરબીની સીરામીક ઉદ્યોગની સાચી જાણકારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક કમીટી બનાવી તપાસ કરાવવામાં આવે તેવી રજુઆત મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ છે

મોરબી સીરામીક ઉદ્યોગ નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ગેસના ભાવમાં વધરો વારંવાર કરવામાં આવતો હોવાથી ઘણાં કારખાના બંધ થઇ રહ્યાં છે ઉદ્યોગપતિને ઉદ્યોગ ચલાવવા માટે  સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી ગુજરાતની અન્ય જગ્યાએ ગેસ કંપની દ્વારા સાડા દશ રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવે છે જો કે, મોરબીમાં પંચાવન રૂપિયાના ભાવથી ગેસ આપવામાં આવે છે જો બીજી ગેસ કંપનીને અહી ગેસ સપ્લાઈ કરવાની છૂટ આપવામાં આવે તો અહીના ઉદ્યોગકારોને ફાયદો થાય તેમ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, જો વડાપ્રધાનને મોરબીના સીરામીક ઉદ્યોગને ટકાવવો હોય તો અંગત રસ લઇને સવલતો આપવી જોઈએ જો આવુંને આવુ ચાલશે તો સીરામીક ઉદ્યોગ ભાંગી જશે ઘણાં ખરા કારખાના બંધ થતાં જાય છે અને મોરબી સીરામીકના નિષ્ણાંત માણસો પાસે અભિપ્રાય માંગવો જોઇએ અગરતો એક કમીટી બનાવીને સીરામીકના પ્રશ્નનો મંગાવવા જોઇએ દેશની કોઈપણ વીકટ સમસ્યા જેવી કે ધરતીકંપ, પુરહોનારત, અન્ય વખતે સીરામીક ઉદ્યોગ સરકારની પડખે ઉભો હોય છે હાલે નબળી સ્થીતીમાં સરકારે ઉદ્યોગની પડખે ઉભું રહેવું જોઈએ તેવું મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતાએ જણાવ્યુ છે






Latest News