મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ


SHARE











મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ

મોરબીમાં રેશનકાર્ડ અને તેના આનસંગિક જરૂરી કામકાજ માટે હાલમાં લાલબાગમાં સુધી જવું પડે છે જો કે, મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેર અને તાલુકા મામલતદાર કાચેરી અલગ કરી નાખવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ લોકોને રેશનકાર્ડ કામગીરી માટે સામાકાંઠે જવું પડે છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે આ હાલાકીને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી સિટી મામલતદાર કચેરી અલગ કરવામાં આવી છે જો કે, રેશનકાર્ડની કામગીરી માટે લોકોને તાલુકા મામલતદાર કચેરીએ જ જવું પડે છે જેથી ત્યાં ગીર્દી થાય છે અને અજદરારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં સરકારી તંત્રમાં પણ જવાબદાર લોકો દ્વારા યોગ્ય પ્રતિભાવ મળતો નથી ત્યારે મોરબી શહેરનાં લાભાર્થીઓ માટેની કાર્યવાહી શહેર મામલતદાર કચેરી વી.સી. ફાટક કચેરીમાં આવેલ છે ત્યાં રેશનકાર્ડની કામગીરી કરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે

જો તાલુકા અને શહેરની અલગ વ્યવસ્થા કરવામાં આવે તો શહેરી વિસ્તારનાં લાભાર્થીઓની સગવડતામાં વધારો થાય તેમ છે અને લોકોને લાલબાગના ધકકા થાય છે તે બંધ થઈ જાય તેમ છે અને પુરવઠા વિભાગ અનાજ વિક્રેતાઓને પણ નિયમ મુજબ પુરવઠો આપતો નથી દસ કિલોની બદલીમાં આઠ કિલો અને વીસ કિલોની જગ્યાએ ચૌદ કિલો અનાજ અપાય છે અને તેની પહોંચ પણ આપતા ન હોઈ, લાભાર્થીઓ સાથે છેતરપીંડી થાય છે જેની પણ ચકાસણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરેલ છે અને લાભાર્થીઓને અનાજ મેળવવા માટે જરૂરી અંગુઠા લેવા બબ્બે ત્રણ-ત્રણ દિવસ ધકકા થાય છે તે હાલાકીને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News