મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન


SHARE







પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન

પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ, જાણીતા ગુજરાતી લેખક, હાસ્યકાર અને વાર્તાકાર, શિક્ષક તરીકે પ્રસિદ્ધ છે. તેમને સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમના અગાધ યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મળ્યા બાદ તેમની સાથે મોરબીના યુવાનો એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, લેખક પરમભાઈ જોલાપરા અને જીતભાઈ નિમાવત તેમજ થાનગઢ સ્થાનિક એડવોકેટ કે.કે.પરમારે કરેલ મુલાકાત અત્યંત પ્રેરણાદાયી રહી.

મુલાકાત દરમ્યાન શાહાબુદ્દીન રાઠોડે ગુજરાતી ભાષા, લોકસાહિત્ય, હાસ્ય અને સમાજના વાંચન-મંચ-કાર્ય વિશે પોતાના અમૂલ્ય વિચારો વહેંચ્યા. તેમણે જણાવ્યું હતું કે હાસ્યમય વર્તનથી જીવનમાં આશાવાદ, સંસ્કાર અને એકતા પેદા થાય છે. પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય પુરસ્કારે સર્જનાત્મક શિક્ષણ અને સમાજ સેવા માટે નવી ઊર્જા આપે છે, એમ તેમની ભાવનાઓમાં સ્પષ્ટતા હતી. તો પરમભાઈ જોલાપરા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે ગુજરાતનાં સર્જકોને દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવા પ્રયત્નો જરૂરી છે કહીને યુવાવર્ગને વાંચન અને સર્જન માટે પ્રોત્સાહિત કર્યા. સમગ્ર મુલાકાત આનંદપૂર્ણ, જીવંત અને ઉત્સાહજનક રહી. આ રીતે પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ સાથેની મુલાકાત માં થાનગઢના નામાંકિત વકીલ કે.કે.પરમાર સાહેબ, મોરબીના યુવા વકીલો દર્શનભાઈ દવે, મિતેશભાઈ દવે તથા જીતભાઈ નિમાવત સાથે રહ્યા હતા.






Latest News