મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો; સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ


SHARE













મોરબીમાં જિલ્લા કક્ષાનો સહકારી સંસ્થાઓનો સેમીનાર યોજાયો; સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

વર્ષ ૨૦૨૫ની આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ગુજરાત સહકાર રાજયમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કક્ષાના સહકારી સંસ્થાઓ માટેનો સેમીનાર યોજાયો હતો.

આ પ્રસંગે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશના ગામે ગામે  સહકારી મંડળીઓ થકી ગ્રામ્ય વિસ્તારોનું અર્થતંત્ર મજબૂત બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સરકાર પ્રયાસરત છે. દેશમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવી સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું છે અને હવે દરેક સહકારી મંડળીઓ કમ્પ્યુટરાઇઝ બને તે માટેની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. સહકારી મંડળીઓમાં જોડાયેલ ખેડૂતોના માલનું બ્રાન્ડિંગ પણ સરકાર કરી રહી છે. વધુમાં મંત્રીએ સૌને સ્વદેશી પેદાશો વાપરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય અને સહકારી અગ્રણીશ્રી જયેશ રાદડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશ સહકાર થકી સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. સહકારી પ્રવૃતિઓ થકી દેશના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તાર મજબૂત બને તે માટે સરકારના પ્રયાસોથી આજે સહકાર ક્ષેત્ર વટવૃક્ષ બન્યું છે. સહકારી બેંક અને વિવિધ સહકારી સંસ્થાઓ તથા સંઘના ચેરમેનશ્રીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લાની સહકારી મંડળીઓના લાભાર્થીઓને અકસ્માત વીમા યોજના તથા મેડિકલ વીમા યોજના હેઠળ ચેક તથા સહકારી મંડળી તરીકે નોંધણીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વ દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, સહકાર સચિવ સંદીપકુમાર IAS, મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, સંયુક્ત રજીસ્ટ્રાર સર્વ નીલમ વ્યાસ, ટી.સી. તીર્થાની તથા ચેતન પરમાર, મોરબી જિલ્લા રજીસ્ટ્રાર બી.એન.પટેલ, સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા અને ભવાનભાઈ ભાગીયા, અગ્રણી જેન્તીભાઈ રાજકોટીયા તથા જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખઓ અને સભ્યો તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News