મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાઆપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં કોર્ટે આધાર પુરાવાઓ અને સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને મૃતક મહિલાના પતિને 10 વર્ષની સજા ફટકારી છે અને સાસુ, નણંદ અને દિયરને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો આડેધ કર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ ગત તા. 27/5/18 ના રોજ મોરબીમાં રોહીદાસપરા પાસે આવેલ  ભીમરાવનગરમાં રહેતા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (ઉ.વ.૨૯) વાળાએ તેના બનેવી ધર્મેન્દ્ર ઉર્ફે મથુરદાસ પોપટ, સાસુ રંજનબેન પોપટ, નણંદ ચાંદની અને દિયર રાહુલ પોપટ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓના બહેન લલીતાબેને ધર્મેન્દ્ર પોપટ સાથે લગ્ન કર્યા હતા અને સંતાન ન થતું હોવાથી તેને મેણાટોણા મારી સાસરિયાઓ હેરાન કરતાં હતા જેથી લલીતાબેને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો જે કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે 9 સાહેદો તપાસી તેમજ સરકાર પક્ષે 23 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ મથુરાદાસ પોપટને પત્નીને મારવા માટે મજબૂર કરવાના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદની સજા અને કુલ મળીને 20 હજારનો દંડ કર્યો હતો. તેમજ આ કેસમાં મૃતક મહિલાના સાસુ રંજનબેન મથુરાદાસ પોપટ, નણંદ ચાંદનીબેન મથુરાદાસ પોપટ અને દિયર રાહુલ મથુરદાસ પોપટને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.






Latest News