મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ મોરબીમાં મિત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાનને પડખા અને હાથના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર: ચોંકાવનારી માહિતી સામે આવે તેવા સંકેત


SHARE









મોરબીમાં કરોડોની જમીનના કૌભાંડમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર: ચોંકાવનારી માહિતી સામે આવે તેવા સંકેત

મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી કરોડો રૂપિયાની જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરેલ છે અને આજે આરોપી પત્રકાર અતુલ જોશીના 10 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના સોવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ આરોપી કયા અધિકારીઓની સાથે સંર્પકમાં હતો અને આ કૌભાંડ માટે આર્થિક વ્યવહાર થયેલ છે કે કેમ તે સહિતની દિશામાં સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીની ટિમ દ્વારા તપાસ કરવામાં આવશે.

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીન તેના મૂળ માલિકની જાણ બહાર ત્રાહિત મહિલાને વારસદાર બનાવીને બારોબાર વેંચી નાખવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે અંગેની સમયસર જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ અને તેની ટિમ કરી રહી છે તેવામાં ગઇકાલે આ ગુનામાં આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે તપાસનીસ અધિકારી દ્વારા આરોપી અતુલ જોશીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

ત્યારે રિમાન્ડના મુદામા સરકારી વકીલે જણાવ્યુ હતું કે, અતુલ જોશીના નામનો ફરિયાદી દ્વારા ફરિયાદ પહેલા અને પછી કરવામાં આવેલ અરજીમાં ઉલેખ્ખ કરવામાં આવેલ છે અને મોરબીના પ્રાંત અધિકારી તેમજ અતુલ જોશી સહિતનાઓએ મળીને આ કૌભાંડ કર્યું છે તેવું ફરિયાદીએ તેની અરજીમાં લખ્યું છે. તેમજ આરોપીને પકડવામાં આવ્યા બાદ તેની પાસેથી એક મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ છે જો કે, તે મોબાઈલ નવો ખરીદી કરેલ છે જેથી તેનો જૂનો મોબાઈલ ફોન કબ્જે કરવા માટે, અગાઉ પકડાયેલ આરોપી સાથે સંપર્કમાં હોવાથી આર્થિક ફાયદો હતો કે કેમ ?, બોગસ દસ્તાવેજ આધારે જમીન ત્રાહિત મહિલાને નામે કરવામાં આવી હતી જો કે, અધિકારી આ કામ શું કામ કરે ? અને આ કૌભાંડનું કામ કરવા માટે આર્થિક વહીવટ કરવામાં આવેલ છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ કરવા માટે સીઆઇડી ક્રાઇમ ડીવાયએસપી આર.એસ.પટેલ દ્વારા આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.

મોરબીની કોર્ટમાં આરોપીના વકીલે પણ કરેલ દલીલ કરી હતી જેથી સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના આગમી સોમવારે સવારે 11:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી આગામી દિવસોમાં આ કૌભાંડમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. અને આ ગુનામાં આગાઉ સીઆઇડી ક્રાઇમની ટીમે સાગર ફૂલતરિયા, ભરત દેગામાહેતલબેન ભોરણિયાસાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે. અને વધુમાં મળતી માહિતી મુજબ આ ગુનામાં અગાઉ પકડાયેલ ભરત દેગામા અને શાંતાબેન પરમારના જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરવામાં આવેલ છે જેમાં આવતી કાલે દલીલ કરવામાં આવશે.






Latest News