મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ: DYSP આર.એસ.પટેલ


SHARE













મોરબીના 602 જમીન કૌભાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ: DYSP આર.એસ.પટેલ

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે તે તમામ મોરબીની જેલમાં છે તેવામાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે મોરબીના પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ કરેલ છે. અને આવતી કાલે તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે.

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ કરી રહી છે તેવામાં આજે આ ગુનામાં હાલમાં આરોપી તરીકે પત્રકાર અતુલ મુકુંદરાય જોશી (35) રહે. એલ-523, ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં પહેલા સીઆઇડી ક્રાઇમની ટીમે સાગર ફૂલતરિયા, ભરત દેગામાહેતલબેન ભોરણિયાસાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે વધુમાં માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલે જણાવ્યુ હતું કે, જે જમીનમાં પાકી એન્ટ્રી કરવા માટેનું કામ કરવામાં આવ્યું છે તેનું સંકલન હાલમાં આરોપી તરીકે જેને પકડવામાં આવેલ છે તે અતુલ જોશી દ્વારા કરવામાં આવેલ છે. અને હાલમાં પકડેલા આરોપીને કાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવીને આ બાબતે કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે તલાટિ મંત્રીમાં આર્થિક વ્યવહાર કરવામાં આવેલ છે કે કેમ ? તે અંગેની વિગતવાર પૂછપરછ કરવા માટે હાલના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News